ભરૂચમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બેડ ન મળતા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી હતી.
ભરૂચમાં કોરોનાનું સંક્રમણ અત્યંત મોટા પ્રમાણમાં ફેલાય રહ્યું છે તેવામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગઇકાલે રાત્રે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડ હાઉસફુલ થઈ જતાં 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને કલાકો સુધી બેડ મળ્યા ન હતા, દર્દીઓને બેડ માટે વેઇટિંગમાં રાહ જોવી પડી હતી. આથી ત્રણ એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને વેઇટિંગના કારણે પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની નોબત આવી હતી.
Advertisement