– સૌપ્રથમ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કોરોના ડામવા અંગેની વિસ્તૃત ચર્ચા કરી.
ભરૂચની પટેલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ભયંકર આગ ફાટી નિકળી હતી જેમાં ૧૮ જીવ હોમાઈ જતાં સમગ્ર ગુજરાતમાં ગમગીની છવાઇ હતી અગ્નિકાંડની ઘટના બાદ સતત બીજા દિવસે પણ અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓએ તેમજ મંત્રીઓએ ધામા નાખ્યા હતા ગૃહપ્રધાન મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પટેલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં અગ્નિકાંડ સર્જાયો હતો જેના પગલે સમગ્ર ગુજરાતમાં શોકનું મોજુ ફરી વળ્યું અને અગ્નિકાંડમાં ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેના પગલે કોવિડ સેન્ટરમાં આગ કયા કારણોસર લાગી છે તેની તપાસ માટે છેલ્લા બે દિવસથી અધિકારીઓ ધામા નાખ્યા છે જેના પગલે સતત બીજા દિવસે પણ ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સાથે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કોવિડ સેન્ટરમાં આગ કઈ રીતે લાગી તે અંગે જાણવાના પ્રયાસો કર્યા હતા ત્યારબાદ ભરૂચની અન્ય હોસ્પિટલની મુલાકાત લઇ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અધિકારીઓ સાથે બેઠક યોજી પત્રકાર પરિષદ સંબોધી હતી.