ભરૂચ જીલ્લામાં આજે ગુજરાત સરકાર દ્વારા ત્રણ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જે 108 એમ્બ્યુલન્સનું જિલ્લાનાં અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજયમાં કોરોના મહામારીમાં મોતનું તાંડવ ખેલાયું છે લોકોને એમ્બ્યુલન્સ મળતી નથી જેથી વધુ તકલીફ ભોગવવી પડે છે. આથી આજે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં 150 જેટલી 108 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે જેના ભાગરૂપે આજે ભરૂચ જીલ્લાને પણ ગુજરાત સરકારે નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ આપી છે જેમાં ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા સિટીને ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, અશોક મિસ્ત્રી તથા જીલ્લા અધિકારી દ્વારા જનસુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Advertisement