ભરૂચ નગરના જંબુસર બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઈ.સી.યુ વોર્ડમાં અચાનક આગ લાગવાના પગલે 18 દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ ગંભીર રીતે દાઝી જતા તેમના મોત નિપજ્યા હતાં.
મળતી માહિતી મુજબ રાત્રીના 12:30 થી 1 વાગ્યાંના સમય અરસામાં આ ગોઝારી ઘટના બની હતી. ઘટના અંગેના કારણો જોતા ક્યાંતો ઓક્સિજન લીકેજ અથવાતો શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હતી. હોસ્પિટલના કોવિડ આઈ.સી.યુ વોર્ડમાં ઘટનાના સમયે આઈ.સી.યુ વોર્ડમાં એક ગણતરી મુજબ 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતાં સાથે બે નર્સ પણ ફરજ બજાવી રહ્યા હતાં તેઓના મોત થયા છે. આગ લાગી હોવાની ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા જેમના સગા સંબંધીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં તે તમામ હોસ્પિટલ ખાતે દોડી આવતા આશરે 15 હજાર લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતાં સાથે જ ભરૂચ નગરપાલિકા તેમજ જી.એન.એફ.સી અને વિલાયત જી.આઈ.ડી.સી તેમજ અન્ય ફાયર ટેન્ડરો આગ બુઝાવવા અને રેસ્ક્યુના કામમાં તાત્કાલિક લાગી ગયા હતાં સાથે જ કલેકટર ડો. મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા વગેરે ઉચ્ચ અમલદારો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સરકારે આ ઘટના અંગે ઉચ્ચ તપાસનો આદેશ આપેલ હોય સવારથી જ રાજ્ય સ્તરના ઉચ્ચ અમલદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.
પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ અને કોરોનાની સારવાર લેતા દર્દીઓને સેવાશ્રમ અને સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. ઘટના અંગે ભરૂચના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ તેમજ કોંગસના પ્રમુખ તથા અગ્રણીઓ દ્વારા ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઘટનામાં આશરે એક કરોડ ઉપરાંતનું નુકશાન હોવાની સંભાવના દેખાય રહી છે.
ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે સર્જાયેલ દુર્ઘટનાની તપાસમાં રેન્જ ફાયર ઓફિસર દિપક માખીજાનીએ જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલની ફાયર NOC માત્ર આગળની બિલ્ડીંગ પાસે છે, જ્યાં ઘટના બની તે બિલ્ડીંગનું ફાયર NOC તેઓ પાસે ન હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો, તેમજ આ મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. ઘટના સમયે સ્થાનિક યુવાનોની મહેનત જોવા મળી હતી, જ્યાં એક તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ હજારો યુવાનો દર્દીઓ માટે ભગવાન સમાન સાબિત થયા હતા જ્યાં તેઓએ તાત્કાલિક દર્દીઓનું રેસ્ક્યુ હાથ ધરી અન્ય હોસ્પિટલોમા મોકલવામાં આવ્યા હતા.
ઘટના અંગે પી.એમ નરેન્દ્ર મોદીએ ટવીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું, તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતક પરિવારોને સાંત્વના પાઠવી હતી સાથે જ મૃતકના પરિવાજનોને રૂ. 4 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે, આ ઘટના અંગે બે સિનિયર IAS અધિકારીઓને તપાસ અર્થે ભરૂચ મોકલવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની યાદી :
(1) સઇદ અબ્દુલ પટેલ રહે. ભાડભૂત (2) આદમભાઇ સારીઘાટ રહે. દઢાલ તા.અંકલેશ્વર (3) ઇબ્રાહિમ આદમભાઇ રાંડેરા રહે. વસ્તાન તા.માંગરોલ જી.સુરત (4) દીવાન યુસુફભાઈ અહેમદ રહે.સંસરોદ તા.કરજણ જી.વડોદરા (5) જોલી આયશાબેન રહે. ભરૂચ (6) આરેફા એસ. મન્સૂરી રહે. કાસદ જી.ભરૂચ (7) શબીના નજીર પટેલ રહે.મનુબર જી.ભરૂચ (8) મોરલી રશીદાબાનું રહે.ટંકારીયા જી.ભરૂચ (9) રેણુકા રાજેશભાઈ સોલંકી રહે,. રેલ્વે કોલોની જી.ભરૂચ (10) પટેલ આઇશા આદમભાઈ રહે. હિંગલોટ જી.ભરૂચ (11) દીવાન હજરત વાલીશા રહે.રહાડપોર જી.ભરૂચ (12) જુલેખાબેન ઈસ્માઈલ પટેલ રહે. કરમાડ જી.ભરૂચ (13) મહેરૂબેન મુસાભાઈ રહે. મનુબર જી.ભરૂચ (14) યુસુફ મહંમદ બેલીમ રહે. મસ્જિદ ફળિયું ગામ : દઢાલ તા.અંકલેશ્વર (15) જરીનાબેન મુસાભાઈ સપા રહે. ટંકારીયા જી.ભરૂચ (16) મહેન્દ્રભાઇ હીરાલાલ શ્રીમાળી રહે. સાધના સ્કૂલ જી.ભરૂચ (17) માધવિબેન મુકેશકુમાર પઢિયાર ( ટ્રેની નર્સ ) રહે. શક્તિનાથ ભરૂચ (18) ફરીગા એમ ખાતૂન (ટ્રેની નર્સ ) રહે. અંકલેશ્વર