વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતની પરિસ્થિતી અત્યંત દયનીય છે ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે. ઑક્સીજનની કમી કે વેન્ટીલેટરનાં અભાવે દર્દીઓનાં ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. આ સમયમાં સોશિયલ મીડિયામાં કે અન્ય માધ્યમમાં જો ઑક્સીજન બેડની તંગી, વેન્ટીલેટર વિના દર્દી મૃત્યુ પામતા હોય તેવી પોસ્ટ કે અન્ય રીતે અપલોડ કરાતી માહિતીમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ આદેશોમાં જણાવાયું છે કે કોવિડ-19 નાં સંદર્ભમાં નાગરિકો દ્વારા જો ઑક્સીજન બેડ, ડોકટર અને સ્ટાફની તંગી કે અન્ય કોઈપણ પ્રકારનાં ચિત્રો કે મહામારીની સ્થિતિ દર્શાવતી પોસ્ટ, કોવિડ-19 નાં સંક્રમણનાં સંદર્ભમાં હોય તો આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ફેસબુક, ઇનસ્ટા, વોટસએપ કે અન્ય માધ્યમોમાં ફરતી પોસ્ટને અફવા ન માનવી અને આ પ્રકારની પોસ્ટ એ કોઈ ગુનો નથી, જો આવી કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી હોય, વહેતી કરી હોય તો તેવા કોઈપણ આસામી પર પોલીસ કે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં અને જો પોલીસ દ્વારા આ પ્રકારનાં કેસ નોંધવામાં આવશે તો તેને કન્ટેમ્પટ ઓફ કોર્ટ કહેવામા આવશે આથી આજે આ માહિતી ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા તમામ જિલ્લા મથકોમાં પરિપત્ર પાઠવી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવી અપીલ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં કોવિડ-19 ની સ્થિતિ અંગે પોસ્ટ શેર કરવી એ કોઈ ગુનો નથી : સુપ્રિમ કોર્ટ.
Advertisement