– નવા નિમાયેલા વકીલનું લોહી ચડતું હોય પરંતુ પોલીસે આજે તેને સબક શીખવાડ્યો..?
– પોલીસનો વિડીયો અપલોડ કરનાર વકીલને ચમકારો કેવો મળ્યો હશે કે સમાધાન કરવું પડ્યું..?
– સોશ્યલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવા અંગે પોલીસે વકીલ સામે ગુનો દાખલ નથી કર્યો..?
– વકીલ મંડળ પોલીસ મથકે આવી જતા મામલો થાળે પડ્યો.
સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી ગઈ છે અને નાઈટ કરફયુ પણ ચાલી રહ્યું છે ત્યારે દાંડિયા બજાર વિસ્તારમાં પોલીસ કાફલો ફરજ ઉપર હતો તે દરમિયાન એક વકીલે વીડિયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ કરતા વિડીયો અપલોડ કરનારને પોલીસ ચોકી પર બોલાવતા વકીલે વકીલાતનો રોગ જાળી પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વર્તન કરી દાદાગીરી કરતા મામલો ગરમાયો હતો જેના પગલે વકીલ મંડળ પોલીસ મથકે આવી જતા આખરે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવાની ફરજ પડી હતી.
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં દાંડિયા બજાર પોલીસ ચોકીનો સ્ટાફ ફરજ ઉપર હતો તે દરમિયાન એક વકીલે પોલીસ વાહનચાલકોને રોકતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો જે પોલીસની નજરે આવતાં વિડીયો આપલોડ કરનારનો સંપર્ક કરી દાંડિયા બજાર પોલીસ મથકે તેને બોલાવવામાં આવતા તેણે આ વિડીયો કયા આશ્રયથી અપલોડ કર્યો છે તે અંગેની પૂછપરછ કરતાં વિડિયો અપલોડ કરનાર પોલીસ સાથે દાદાગીરી કરી અભદ્ર વર્તન કર્યું અને કહ્યું હું વકીલ છું તમે મને કોણ પૂછવા વાળા તેમ કહી દાંડિયા પોલીસ ચોકીમાં ફરજ નિભાવતા પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું જેના પગલે એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ દાંડિયા બજાર પોલીસ ચોકી ખાતે દોડી આવ્યો હતો અને પોલીસ ચોકીની બહાર એકત્ર થયેલા ટોળાને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે દાંડિયા બજાર પોલીસ ચોકી ઉપર વાતાવરણ ગરમાય તે પહેલાં પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વર્તન કરનાર કહેવાતા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાની ફરજ પડી હતી જ્યાં વકીલ મંડળના સભ્યો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો ત્યારે પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કેમ ન કર્યો તે લોકોમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો.