બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક આવેલ ગોપાલ હોટલના કંપાઉન્ડમાં ટેન્કર ઉભું રાખી વેલ્ડીંગ કામ કરતા પ્રકાશ અંબુભાઈ રાઠોડ રહે.શેખપુર ગામ, કામરેજ સુરત તેમજ સલીમભાઈ નિઝામુદ્દીન લુહાર, રહે. નંદની રેસીડેન્સી,વેલજા સુરત નાઓને ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અચાનક ટેન્કરમાં બ્લાસ્ટના કારણે પ્રકાશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સલીમભાઈ લુહારને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવી સમગ્ર મામલા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,મહત્વની બાબત છે કે અચાનક સર્જાયેલ દુર્ઘટનામાં બ્લાસ્ટનો પ્રચંડ અવાજના કારણે એક સમયે હોટલ ઉપર ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોટયા હતા અને લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી.