ભરૂચના સ્ટેશન રોડ ઉપર ભરૂચ નગરપાલિકાની સામે એક અઠવાડિયા પહેલા ડ્રીમલેન્ડ શોપિંગનો કેટલો હિસ્સો ધસી પડ્યો હતો અને દુકાનમાં કેટલા લોકો ફસાઇ ગયા હતા તેની શાહી સુકાઇ નથી ત્યાં આજે શોપિંગ સેન્ટરનો જાહેર માર્ગ તરફનો કેટલો હિસ્સો ધસી પડતાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી કારણ કે લોકડાઉનના કારણે લોકો અવરજવર ન કરતા હોવાના કારણે મોટી હોનારત થતા ટળી હોવાનું માનવામાં આવે છે.
આ બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓના કારણે સરકાર દ્વારા ૨૯ શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે જેમાં ભરૂચનો પણ સમાવેશ થયો છે અને આજે લોકડાઉનનો પ્રથમ દિવસ હતો કારણે આ શોપિંગ નથી કરતું ન હતું અને આ શોપિંગ સેન્ટર નજીક એસટી બસની મુસાફરી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે પરંતુ લોકડાઉનના કારણે સમગ્ર વિસ્તાર સૂમસામ હતો અને જે સમયે સમગ્ર સ્લેબ ધસી પડયો ત્યારે કોઈ અવરજવર ન કરતો હોવાના કારણે જાનહાનિ થઇ હતી પરંતુ સમગ્ર શોપિંગ સેન્ટર જર્જરિત હોવાને કારણે શોપિંગમાં વેપાર ધંધો કરતાં વેપારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે.
શોપિંગ સેન્ટરનો અન્ય હિસ્સો ધસી પડયો હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરની થતા તેઓએ ઘટનાસ્થળે દોડી આવી જાહેર માર્ગ પર પડેલા કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.
ભરૂચ : ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરના સ્લેબનો કેટલોક હિસ્સો આજે સાંજે ધસી પડતાં લોકડાઉનના કારણે મોટી હોનારત થતા ટળી…
Advertisement