ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ અટકાવવા માટે સરકારના માર્ગદર્શન મુજબ આજે સી ડિવિઝન ખાતે ડી.વાય.એસ.પી મહાડુ ભોજાણી દ્વારા પત્રકાર પરિષદ મીડિયા સમક્ષ યોજી રાત્રિ કરફયુ તા.5/5/21 સુધી લંબાવવામાં આવ્યું છે તેની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
આ પત્રકાર પરિષદમાં ભરૂચ ડી.વાય.એસ.પી ના જણાવ્યા અનુસાર હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ અત્યંત વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાત્રિના 8 થી સવારે સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ કરવામાં આવ્યું હતું જેની મુદ્દત આગામી તા.5/5/21 સુધીની વધારવામાં આવી છે.
ભરૂચમાં રાત્રિ કરફયુ દરમિયાન કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે રાત્રિના સમયે મેડિકલ, હોસ્પિટલનો સ્ટાફ તેમજ કોવિડ-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તાત્કાલિક મળી રહે તે માટે મેડિકલ સ્ટાફ, ઑક્સીજન ઉત્પાદન, વિતરણ વ્યવસ્થા પેરમેડિકલ, આરોગ્યલક્ષી સેવાઓ, પ્રિન્ટ- ઇલેકટ્રોનિક મીડિયા, આવશ્યક સેવાઓ, કુરિયર, ઉત્પાદન પરિવહન પેસ્ટકંટ્રોલ સહિતની કામગીરી કોવિડ-19 ના સરકારી નિયમો ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલનથી કરવાની રહેશે. તેમજ લગ્ન પ્રસંગોમાં 50 વ્યક્તિઓ અને અવસાન કે દફનવિધિમાં 20 વ્યક્તિઓની જ મંજૂરી જાહેર કરવામાં આવી છે.
તેમજ આ સમયગાળા દરમિયાન જાહેરમાં કોવિડ-19 નું સંક્રમણ ફેલાવતા તમામ જાહેર સ્થળો બાગ-બગીચા, જીમ, થિયેટર, શોપિંગ મોલ, સ્વિમિંગ પુલ તમામ પ્રકારના રાજકીય સામાજિક મેળાવડા, શૈક્ષણિક કાર્ય, ધાર્મિક સ્થાનો અને સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પ્રેક્ષકો વગર રમત રમી શકશે. ગુજરી બજાર, કોચિંગ સેન્ટરો, સ્પા, સલૂન, બ્યુટીપાર્લર, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લા, દુકાનો, રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો તા.5/5/21 સુધી સરકારી આદેશ અનુસાર બંધ રાખવામા આવશે.
તેમજ જો કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનું ઉલ્લંધન કરવામાં આવશે તો ફોજદારી કાર્યરીતિ આદિનીયમ 1973 ની કલમ – 144 ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34 તથા ગુજરાત એપેડેમીક – 2020 અન્વયે જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.