કોરોનાનાં વધતા કહેર વચ્ચે તંત્ર દ્વારા રાત્રી કરફ્યુ બાદ દીવસે પણ નિયમો ચુસ્ત બનાવાયા, સરકારની નવી ગાઇડલાઈન મુજબ માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતની દુકાનો વહેલી સવારથી બંધ જોવા મળી હતી.
તંત્ર દ્વારા નવા નિયમોનું ચુસ્ત પાલન થાય માટે સવારે વેપારીઓ દ્વારા ખોલવામાં આવેલ દુકાનો પોલીસે બંધ કરાવી હતી તો કેટલાય વેપારીઓએ સ્વયંભૂ તંત્રના નિર્ણયને લઇ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે, તો બીજી તરફ કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના અનેક મૃતદેહની અંતિમવિધિ તેમજ દફનવિધિ કરવામાં આવી રહી છે તેવામાં કોરોનાની આ ઘાતક બનેલી ચેઈનને તોડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કડક નિયમોનું લોકોએ પણ ચુસ્ત પાલન કરી જાગૃતા દર્શાવી છે.
Advertisement