Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

Share

હઝરત સૈયદ મુહમ્મદ જોનપુરી મેહદી-એ-મવઉદ(અ.સ)નાં જન્મ દિવસ નિમિત્તે મુર્શિદીને કિરામની રેહ્બરીમાં મેદવિયહ સમાજ દ્વારા તા ૦૧-૦૨-૧૮ ગુરૂવારના રોજ ડભોઈવાડ મોટી મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.

અલ્લાહના ખલીફા મેહદી-એ-મવઉદ હિજરી સન ૮૪૭મા ઉત્તર પ્રદેશમાં જોનપૂર શહેરમાં સૈયદ ઘરાનામાં જન્મ થયો હતો. ઈમામ મેહદી-એ-મવઉદ(અ.સ.) અલ્લાહના ખલીફા તરીકે પધારનાર તેમને કુઆર્ન શરીફનો સાચો બોધ આપી હઝરત મુહમ્મદ પયંગબર સાહબ (સ.અ.વ) ની સુન્નતો પર અમલ કરાવી પોતાની દિવ્યવાળીદ્વારા એક બીજાથી મુહબ્બત અને ભાઈચારો રાખવો એ સંદેશ આપ્યો હતો. આવી દીર્ધદર્શિ હસ્તીનો જન્મ દિવસની ઉજવણી વખતે મેહદવિયા સમાજના અબાલવૃધ મેહદવી ભાઈઓ એ જૂલુસ કાઢી પોતાની માન્યતાનો ઈઝહાર કર્યો હતો.

Advertisement

હઝરત સૈયદ મુહમ્મદ જોનપૂરી મેહદી-એ-મવઉદ(અ.સ.)નાં આ કાર્યક્રમનું આયોજન મેહદવિયહ સમાજના આગેવાનો હેઠળ જૂલુસ કમિટીના સભ્યો હારૂનભાઈ કટલરીવાળા, નીસારભાઈ નવાબ અને લિયાકતભાઈ શેરડીવાલાએ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સબ્યોએ તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(હારૂન પટેલ)


Share

Related posts

વડોદરામાં ભારે વરસાદના પગલે ફતેગંજ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયુ.

ProudOfGujarat

અમદાવાદમાં AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ProudOfGujarat

માછીમાર સમાજ નર્મદા નદીના અસ્તિત્વ અંગે મેદાનમાં.સંઘર્ષ યાત્રાનું કરેલ આયોજન…

ProudOfGujarat
error: Content is protected !!