ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરે સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકયું છે. દરેક નાના મોટા શહેરોની હોસ્પિટલો તેમજ દવાખાનાઓ ફૂલ થઇ ગયા છે. ત્યારે કાળમુખી કોરોના મહામારી સામે બાથ ભીડવા અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ વ્હારે આવી છે. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ તેમજ આસપાસના ગામોમાં કોરોના સંક્રમણમાં વધારો થતા ટંકારિયામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવા માટે ભરૂચ જિલ્લાના વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા સમક્ષ ટંકારિયા ગામના સામાજિક કાર્યકર મુસ્તુફા ખોડા ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન સહિત ગામનાં વરિષ્ઠ નાગરિકોએ રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણાના સર્વગ્રાહી પ્રયત્નોથી ટંકારીયા ગામમાં હાલ કોરોના કેર સેન્ટરને મંજૂરી મળતા ટંકારીયા ગામે પાદરીયા રોડ ઉપર આવેલા દારૂલ બનાત ખાતે કોવિડ કેર સેન્ટર ચાલુ કરાયું છે જેનાથી કોવિડ સંક્રમિત દર્દીઓને જરૂરી તબીબી સારવાર અહીં તાત્કાલિક મળતા ટંકારિયા ગામના લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. આગામી સમયમાં ઓનલાઇન ઓક્સિજન શરૂ થતાં જ સો બેડની સુવિધા ઉભી કરવામાં આવશે આ કામ માટે દારૂલ બનાતના પ્રમુખ મૌલાના ઇસ્માઇલ ભુતા તથા મકબુલ આદમ ભુતા સહિત આગેવાનોનો આભાર માન્યો હતો.
જેઓએ બિલ્ડીંગ કોરોના સેન્ટર માટે આપેલ છે તેમજ એન.આર.આઈ ભાઈ-બહેનો કે જે આ કામમાં સહભાગી છે એવા ઈકબાલભાઈ ઘોડીવાલા, સફિક ભાઈ પટેલ, હબીબ ભાઈ ભુતા, અબ્દુલ ભાઈ છેલિયા, સલીમભાઈ વરુ, લાલી સાહેબ, અબ્દુલ સમદ, મતીન મનમન, ઇશાક ભાઈ, ઐયુબભાઈ બંગલાવાળા, મહેબૂબ ભાઈ લાતીયા, ઐયુબભાઈ ધોઘા જેવા નામી અનામી એન.આર.આઈ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો.કોવિડ સેન્ટર અંગેનું અભિયાન હાથ ધરનાર હાફેજ સફવાન યાકુબ ભુતા, અમીન ભાઈ કડા, મૌલાના લુકમાન ભુતા, મૌલાના ઈરફાન ટીલું, અબ્દુલભાઈ કામઠી, ઉસ્માનભાઈ લાલન, અઝીઝભાઈ, કે કે હનીફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ કામમાં હિસાબ માટે નિયુક્ત કરાયેલા યુનુસભાઈ ખાધિયા, નાસીરભાઈ લોટિયા તેમજ યુસુફ માસ્તર જેટનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. જેઓના શિરે કોવિડ દર્દીને સાજા કરવાનું કપરું કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે એવા ગામના નવયુવાનો તબીબો તથા નર્સિંગ ટિમનો તથા ગામ તેમજ બહારગામના મદદરૂપ થયેલાં તમામનો મુસ્તુફા ખોડાએ આભાર માન્યો હતો. તેમજ કોવિડના દર્દી અહીંથી જલ્દી સાજા થાય એવું દિલી દુઆ કરી હતી.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું.
Advertisement