Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જીલ્લામાં આજે ઠેર-ઠેર હનુમાન જયંતિ નિમિત્તે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરે આજે નાના બાળકોને ભોજન કરાવી અને કોરોનાની ગાઈડલાઇન અનુસાર અત્યંત સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં સુથીયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરનાં યુવક મંડળનાં સભ્યએ આ તકે જણાવ્યુ હતું કે અમો સતત 10 વર્ષથી હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો, શોભાયાત્રા સહિતનાં આયોજનો હાથ ધરીએ છીએ, પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિર પરિસરમાં નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સર્વે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઇન અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સહિત દર્શન કર્યા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયત કર્મચારીઓની સહકારી, શરાફી, ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના મઢુલી સર્કલ નજીક આવેલ SBI બેન્કના ATM સેન્ટરમાં તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!