Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન : હાલ કેન્દ્રએ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી.

Share

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર ભારતમાં તુફાન બનીને આવી છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આજે ભારતીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવીટ કરી જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ઉપર ધ્યાન આપવાની આવશ્યકતા છે.

આ ટવીટમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે હાલનાં સમયમાં દેશમાં કોરોનાથી થતાં મૃત્યુમાં કાબૂ મેળવવાની આવશ્યકતા છે. તેમના મત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી દવાખાના હોસ્પિટલોમાં વધુને વધુ લોકોને સગવડતા આપવામાં આવે તે જરૂરી છે, અન્ય વધારાના વિષયમાં સરકાર દ્વારા ચર્ચા કરવામાં ન આવે તે ઉચિત રહેશે. હાલની કોરોના મહામારીમાં થતું સંક્રમણ અટકાવવાનાં સાવચેતીના પગલાં ભરવા અને સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, વેન્ટીલેટર, ઇન્જેકશન સહિતની સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં વધારો કરવાની જરૂર છે. સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડ કે બિનજરૂરી પ્રોજેકટમાં નાણાં અને સમયનો વેડફાટ કરવો જરૂરી નથી. આ તકે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે મીડિયાના મધ્યમથી જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત જેવા અનેક રાજયોમાં સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, વેન્ટીલેટર કે RTPCR જેવી લેબની પણ સુવિધાઓ નથી આથી રાહુલ ગાંધીએ એક ટવીટ કરી જણાવ્યુ હતું કે સરકારને હાલ કોરોના સામે જંગ જીતવાનો હોય સરકાર દ્વારા મૃત્યુ આંકમાં કંટ્રોલ મેળવવામાં આવે અને સ્વાસ્થય સંબંધિત સગવડતા વધુને વધુ લોકો પ્રાપ્ત કરી શકે તે આવશ્યક છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના નગર પાલિકા ની હદ માં આવેલ વોર્ડ નંબર ૧૧ માં પ્રાથમિક સુવિધા ના અભાવ ના કારણે રોષે ભરાયેલા લોકો એ કાઉન્સિલરો અને ધારાસભ્ય ના વિરોધ માં જાહેરમાં બેનર માડતા ચકચાર વ્યાપી જવા પામી છે……….

ProudOfGujarat

ઝઘડિયાના કપાટ ગામે સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!