જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે.
આજરોજ ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વર્લ્ડ વેટરીનરી ડે ની ઉજવણી વેટરીનરી ડિસ્પેન્સરી, વડદલા, ભરૂચ ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર નીરજ સિંગ-વેટરીનરી ડોકટર ભરૂચ, પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા બીજા સ્ટાફ દ્વારા હાજરી આપી હતી તથા જાહેર જનતાને મેસેજ આપ્યો હતો કે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સએ મુંગા પ્રાણીઓને જીવનનું રક્ષણ કરવા માટેની નિ:શુલક સેવા છે તો આપને મૂંગા પ્રાણીઓ માટેની કોઈપણ ઈમરજન્સી નજરમાં આવે તો ૧૯૬૨ ડાયલ કરી મુંગા પ્રાણીઓને જીવ બચાવવામાં સહભાગી થવું.
આજરોજ વર્લ્ડ વેટરીનરી ડે નિમિત્તે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કેક કટ કરી ઉજવણી કરવામાં આવી.
Advertisement