– મહિલા સરપંચે વનવિભાગ પાસે સગળીઓની માંગ કરી.
– નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામોની સગળીઓ માટેની માંગની અરજીઓ ભરૂચ ડીવીઝનમાં પેન્ડિંગ પડી છે.
– ભાજપ સરકારના રાજમાં ઓકસીજ ની રામાયણ તો ચાલુ જ છે ત્યા હવે સ્મશાન માટે સગળીઓ માટેની પણ રામાયણ.
નેત્રંગ ટાઉનમાં સ્મશાન ગૃહમાં ફીટકરવામાં આવેલ બે સગળીઓની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે ત્યારે પંચાયતના મહિલા સરપંચ દ્રારા વનવિભાગ પાસે તાત્કાલિક સગળીઓ આપવા માટે લેખિતમાં રાવ નાખી છે.
તો બીજી તરફ કોરોના મહામારીમાં શહેરી વિસ્તારોમાં તાત્કાલીક સ્મશાન ગૃહમાં વધારાની સગળીઓ રાતો રાત લગાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામો દ્રારા છેલ્લા કેટલાક વખતથી વનવિભાગમાં સગળીઓ માટે લેખિતમાં રાવ નાખી છે.તેવી અરજીઓ પેન્ડીંગમા ડીવીઝન ઓફીસોમાં પડી રહી છે.
હાલમાં કોરોના વાયરસ પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહયો છે ત્યારે દેશ દુનિયાના લોકોને પોતાની ઝપેટમાં લઇ શિકાર બનાવી રહ્યો છે. જે પછાત ગ્રામ્ય વિસ્તારમાં બેફામ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે દિવસે દિવસે મૃત્યુ આંક પણ નેત્રંગ ટાઉન સહિત પંથકભરમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે.
ત્યારે નેત્રંગ ટાઉનનાં સ્મશાન ગૃહમાં ફીટકરવામાં આવેલ બે સગળીઓની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. જેની ફરીયાદ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવાને તેમજ તલાટી કમમંત્રી વાજાભાઈને કરવામાં આવતા તેઓ દ્રારા તાત્કાલિક વનવિભાગની વાલીયા ખાતે આવેલ સામાજિક વનિકરણ વિભાગની કચેરીમાં લેખિતમાં રાવ નાખી તાત્કાલીક સ્મશાન માટે સગળીઓ આપવાની માંગ કરી છે. નેત્રંગ ટાઉન સહિત નેત્રંગ, વાલીયા તાલુકાની ૧૫ થી ૨૦ ગામોએ સ્મશાનની સગળીઓ માટે માંગ કરી છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ જીલ્લા સાંસદ દ્રારા આ બાબતને દયાન પર લઇને તાત્કાલીક સ્મશાનો માટે સગળીઓ પહોંચાડવામાં આવે તેવી આમ જનતાની માંગ છે.