ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા રોટરી કલબનાં નેજા હેઠળ કોરોનાનાં દર્દીઓને તમામ પ્રકારની દવાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.
કોરોના એ વૈશ્વિક મહામારી છે જેમાં કોરોના સંક્રમણ અટકાવવા તથા કોરોનાનાં દર્દીઓને રોટરી કલબ દ્વારા વિનામુલ્યે દવા વિતરણ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભરૂચનાં ધારાસભ્યએ જણાવ્યુ હતું કે જયારે કોઈ પરિવારમાં કોરોના પોઝીટીવ કેસ આવે છે ત્યારે મધ્યમ અને સામાન્ય પરિવારને તેની દવાઓ લેવી અત્યંત કપરી બને છે આથી અમો રોટરી કલબનાં માધ્યમથી લોકોને મદદરૂપ થવાના આશય સાથે નિયમિત દવા વિતરણ કરીએ છીએ. ઘણી વખત તો એક પરિવારનાં તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત થાય છે તો એક પરિવારની કોરોનાની દવાઓનો ખર્ચ રૂ. 15 થી 20 હજાર સુધી પહોંચે છે આથી મધ્યમ વર્ગીય પરિવારોને દવાઓનો ખર્ચ સહન ન કરવો પડે આથી અમારા દ્વારા નિયમિત અહીં વિનામુલ્યે ભરૂચના દર્દીઓને કોરોનાની દવાનું વિતરણ કરવામાં આવે છે. નિયમિત 100 થી 150 દર્દીઓ અહીં આ સેવા કેમ્પનો લાભ લેતા હોય છે. અમારો પ્રથમ તબક્કામાં 5000 દર્દીઓને દવા વિતરણ કરવાનો સંકલ્પ છે. તેમજ લોકો ખાસ તકેદારી રાખે, સોશ્યલ ડિસ્ટન્સ રાખે, ફરજિયાત માસ્ક પહેરે, વારંવાર સેનિટાઇઝનો ઉપયોગ કરે અને લોકોને કોરોનાની વેકસીન લેવા માટે ખાસ અપીલ કરેલ છે.
ભરૂચમાં રોટરી કલબ દ્વારા કોરોનાની દવાઓનું વિનામુલ્યે વિતરણ કરતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ.
Advertisement