Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અને કોંગ્રેસનાં આગેવાનનાં પત્નીનું કોરોનાનાં કારણે મોત…

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યા તો વધી રહી છે તેવામાં મૃત્યુદરમાં પણ કોઈ ઘટાડો જોવા મળતો નથી. આજે ભરૂચમાં બે વિશેષ મહિલાના કોરોનાથી મૃત્યુ થયા છે.

આ બનાવની અંગત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન એવા નિખિલભાઈ શાહનાં પત્ની ભદ્રિશા શાહ છેલ્લા લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર બાદ આજે વહેલી સવારે તેઓ કોરોના સામેની જંગ હાર્યા હતા અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

તેમજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અસમાબેન શેખ પણ ટૂંક સમય પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા, કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ છેલ્લા 12 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.


Share

Related posts

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

ProudOfGujarat

માંગરોળમાં હડતાળ પર ઉતરેલી આશા વર્કરો એ લઘુત્તમ વેતનની માંગ સાથે દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે મેળવી જાણકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!