ભરૂચ જીલ્લામાં દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર પોલીસની સતત વોચ હોય જેમાં બાતમીનાં આધારે પોલીસે મહાદેવનગરમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂ.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં થતી દારૂ-જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ અટકાવવા માટે એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોકકસ બાતમીનાં આધારે ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટીમાં કોમન પ્લોટમાં બિનવારસી પાર્ક કરેલ ટાટા વિંગર તથા છોટા હાથી મેજિક બંને વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ બોક્ષ નંગ 173 કિં.રૂ. 8,31,600 તથા વાહનો મળી કુલ કિં.રૂ. 13,31,600 નો મુદ્દામાલ ભરૂચ એલ.સી.બી. એ પકડી પાડયો છે.
આ કેસમાં આગળની કાર્યવાહી કરી સમગ્ર તપાસ એલ.સી.બી પોલીસે સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. આ બંને ગાડીમાં વિદેશી દારૂનો જઠથી મૂકનાર સામે પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું એલ.સી.બી. પોલીસે જણાવ્યુ છે.