Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : છેતરપીંડી તથા બનાવટી દસ્તાવેજનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

વડોદરા જિલ્લાના કરજણમાં છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજ બનાવનાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી જિલ્લા બહાર નાસતા ફરતા આરોપી તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની સૂચના આપતા પોલીસ ઇન્સપેકટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમનાં જવાનો પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે વડોદરા જિલ્લા કરજણ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120 B, 114 મુજબનાં ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી મોહસીનખાન મહેબૂબખાન સોલંકી રહે. વણાકપોર, મોટું ફળિયું, ઝઘડિયા જી.ભરૂચને પોલીસે પાલેજથી પકડી પાડયો છે. આરોપીને ઝડપી લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

ProudOfGujarat

ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામ ખાતે બેકાબુ બનેલ કારે લારી તેમજ મોટરસાયકલો માં અથડતાં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!