Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદામૈયા બ્રિજની વિલંબથી ચાલતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા ભરૂચનાં સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.

Share

ભરૂચ જીલ્લામાં બ્રિજ ફલાયઓવર અને ધોરી માર્ગને લગતા કાર્યોની મુદ્દત પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યોની પૂર્ણાહુતિ કરવામાં ન આવતા ભરૂચના કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ માંગરોલાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને સંબોધીને એક લેખિત પત્ર પાઠવ્યો છે.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદામૈયા બ્રિજ તા.15/12/2015 નાં રોજ વર્ક ઓર્ડરથી 30 મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યું હતું. આજે આ બ્રિજની કામગીરીને 65 મહિના વિત્યા હોવા છતાં આ કામગીરી પૂર્ણ ન થતાં સરકારની કામગીરી પર સવાલો ઉઠયા છે. આ બ્રિજને વર્ષ 2021 માં રામનવમીનાં દિને ખુલ્લો મૂકવાની જાહેરાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી આમ છતાં આજે રામનવમીનું મુહૂર્ત પણ નીકળી ગયું છે તો આ બ્રિજની કામગીરી પૂર્ણ કરી જાહેર જનતા માટે કયારે ખુલ્લો મૂકવામાં આવશે ? તે સહિતના સવાલો સંદીપભાઈએ લેખિત પત્રમાં કર્યા છે.

Advertisement

રાજયની ભાજપા સરકાર અત્યંત ગતિશીલ હોવાના દાવા કરે છે ત્યારે સરકાર દ્વારા વર્ષ 2015 માં શરૂ કરવામાં આવેલ બ્રિજની કામગીરી વર્ષ 2021 માં પૂર્ણ કરવામાં નથી આવી આ તે કેવી ગતિશીલ સરકાર છે ? આ પત્ર દ્વારા માર્ગ મકાન વિભાગને જાણ કરાઇ છે કે બ્રિજની કામગીરીમાં વિલંબ કરનારાઓ સામે પગલાં કેમ નથી ભરવામાં આવતા ? ભરૂચ કોંગ્રેસ દ્વારા આ અગાઉ પણ આ વિષય પર એક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ બ્રિજની કામગીરી અતિ વિલંબથી કરવામાં આવતી હોય જે સરકારની કાર્યદક્ષતા પર અનેક સવાલો ઊભા કરે છે.

ઉપરાંત ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં ગડખોલ ફલાયઓવર બ્રિજની પણ અનેક વખત ડીઝાઇનો બદલી કામ વિલંબમાં પડેલ છે. આ બ્રિજની કામગીરી પણ પૂર્ણ ન થતાં અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તો સાથોસાથ રાજય સરકારનાં માર્ગ મકાન વિભાગનાં રૂપિયાનો પણ વેડફાટ થઈ રહ્યો છે. વાલિયા, નેત્રંગને જોડતો ધોરીમાર્ગ અંકલેશ્વરથી કોંઢ સુધી સીકસલેનમાં રૂપાંતર કરવાની વાત પણ માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગે છે. આ તમામ કાર્યોમાં કેમ આટલો બધો વિલંબ કરવામાં આવ્યો છે. તેમજ આ કાર્યોમાં કસૂરવાર સામે સરકાર કેમ કોઈ હકારાત્મક પગલાં ભરવામાં નથી આવતા ? તાત્કાલિક ધોરણે ભરૂચના નર્મદામૈયા બ્રિજ સહિતની અધૂરી કામગીરીવાળા રસ્તાઓ, બ્રિજનાં કાર્યો પૂર્ણ કરવામાં આવે તેવી અમારી કોંગ્રેસી કાર્યકરોની માંગણી છે.


Share

Related posts

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : ઝધડીયા સ્થિત ગુમાનદેવ મંદિર હાલ દર શનિવારના રોજ કોરોના ગાઇડલાઇન અંતર્ગત ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

સુરત : વસંતભીખાનીવાડીમાં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!