Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કસક ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચનાં કસક પાસે આવેલ ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. કસક ગરનાળામાંથી મસમોટો ટેમ્પો બહાર કાઢવા જતાં આ ટેમ્પો ફસાઈ ગયો હતો. આ વિસ્તારમાં ટેમ્પોનાં કારણે ટ્રાફિકજામ સર્જાય જતાં ટેમ્પોની પાછળ આવતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.

ભરૂચમાં ગરનાળું અત્યંત નીચાણવાળા બાંધકામનું હોય તેમાં ઓવરલોડેડ ટેમ્પો પસાર થતાં આ ટેમ્પો ગરનાળામાં ફસાયો હતો જેના કારણે કલાકો સુધી આ વિસ્તારમાં ટ્રાફિકજામ થયો હતો, અને ટેમ્પો ત્યાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી સમગ્ર વાહન વ્યવહાર ખોરવાયો હતો જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Advertisement

Share

Related posts

કોરોના સંક્રમણની દહેશત પુરી થઈ નથી : કોરોના હલકો થતાં મળેલ છુટછાટો બાદ જનતાએ સાવચેત રહેવું જરૂરી .

ProudOfGujarat

નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચીયા ગામે ઘરમાં પાણી ઘુસ્યા, ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યાના અહેવાલ…

ProudOfGujarat

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!