ભરૂચના મહમદપૂરા વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા રાત્રીના સમયે આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગમાં બે રીક્ષા સહીત આગ વાહનો ખાખ થઇ ગયા હતા.
ભરૂચના મહમદપૂરા વિસ્તારમાં ગેસ લાઈનની મરામત કામગીરી દરમ્યાન ડ્રીલીંગ થી રાત્રીના સમયે ભંગાણ સર્જાતા ગેસના ફૂવારા ઉડતા આગ ભભૂકી ઉઠી હતી. આગમાં પાસે રહેલી નાસ્તાની લારી પર આવેલા લોકો સહીત આસપાસના લોકોમાં ગભરાત સાથે દોડધામ મચી જવા પામી હતી.
આગની જાણ થતા જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગમાં નાસ્તાની લારી સહીત બે રીક્ષા અને પાંચ ટુ વ્હીલરો મળી સાત જેટલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. લોકો આગામી થયેલ નુકસાન માટે વળતરની માંગણી કરી રહ્યા હતા અને સુરક્ષા અંગે પણ પ્રશ્નો પૂછી રહ્યા હતા.
ગેસ કંપનીના માણસોએ તાત્કાલિક દોડી આવી ગેસ પૂરવઠો બંધ કરી વૃદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી હતી.