ગુજરાત ભરમાં હાલમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનો ખૂબ જ ફેલાવો થયો છે. ઓક્સીજનની જરૂરિયાતવાળી હોસ્પિટલોની પણ અછત ઉભી થઈ છે. દર્દીઓની સંખ્યા તો દિન-પ્રતિદિન ભરૂચમાં વધતી જાય છે આથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યું છે.
કોરોનાનો કહેર સમગ્ર ભરૂચમાં પ્રવર્તી રહ્યો છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો અત્યંત ભરાવો થઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક બેડ વધારવાની આવશ્યકતા સર્જાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રીજા માળ પર આવેલ ફિમેલ સર્જીકલ વોર્ડને ખાલી કરી કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે કોરોના મહામારીમાં આ અગાઉ પણ ભરૂચ સિવિલમાં 100 ઓક્સિજન બેડની વધારાની વ્યવસ્થા કરાઇ હતી. આજે ભરૂચની બહારથી આવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા વધુ 25 ઓક્સિજનવાળા બેડની સુવિધામાં વધારો કરાયો છે. આ તમામ પરિસ્થિતિ જોતા લાગે છે કે આ તે કુદરતનો કહેર છે ? કે કોરોનાનો કહેર ?
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.
Advertisement