Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, શહેરી વિસ્તારની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનાં કેસોએ માથું ઊંચક્યું છે, વધતા જતા કેસો સામે હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે, જિલ્લાના અનેક તાલુકા લેવલે રોજિંદા કાર્યના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને વેપારી એસોસિયેશન દ્વારા વધતા કેસો સામે સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં આજથી ચાર દિવસ સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતાં તમામ ધંધા રોજગાર બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે નેત્રંગમાં સન્નાટો જોવા મળ્યો હતો.

મહત્વની બાબત છે કે જિલ્લાના અનેક સ્થળોએ સ્વયંભૂ લોકડાઉન તેમજ બપોર સુધી જ ધંધા રોજગાર શરૂ રાખવામાં આવી રહ્યા છે અને કોરોનાનાં વધતા સંક્રમણને રોકવા માટે હવે લોકો સ્વયં જાગૃતા દર્શાવી રહ્યા છે જે આ મહામારીના સમયમાં સરાહનીય બાબત કહી શકાય તેમ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ખાતે જાયન્‍ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું…

ProudOfGujarat

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

ProudOfGujarat

સુરત-ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ નીચે આવેલ રેલવે ટ્રેક પાસે આત્મહત્યા કરવા જનાર યુવકનો ડીંડોલી પોલીસે જીવ બચાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!