Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચનાં ફલશ્રુતિ નગર વિસ્તારમાં ધોળે દહાડે મહિલા પર ચપ્પુ વડે હુમલો થતા ચકચાર મચી, ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં ફલશ્રુતિ નગર વિસ્તારમાં આવેલ અમરદીપ કોમ્પ્લેક્ષ નજીક એક યુવતી ઉપર એક યુવક દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી, ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સ્થાનિકોની મદદથી ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઇ ગયા હતા અને હુમલો કરનાર ઇસમને લોકોએ પકડી રાખી મામલે પોલીસ વિભાગને જાણ કરી હતી, યુવતી પર ચપ્પુ વડે થયેલ હુમલાને પગલે સ્થળ ઉપર લોહીના નિશાન લોકો વચ્ચે ભારે ખળભળાટ મચાવ્યો હતો.

ઘટના અંગેની પ્રાથમિક મળતી માહિતી મુજબ યુવક દ્વારા યુવતી જોડે લગ્ન નક્કી ન થતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જોકે હાલ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે હુમલા ખોર યુવકની ધરપકડના ચક્રો ગતિમાન હાથધરી મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!