ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર જાણે કે ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યો છે, જિલ્લામાં કોરોનાનાં રોજના અસંખ્ય કેસો નોંધાઇ રહ્યા છે, કોરોનાનાં કારણે લોકોના રોજિંદા જીવન કાર્ય પર અસર જોવા મળી રહી છે તો બીજી તરફ વધતા કેસોના કારણે સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.
કોરોનાનાં સંક્રમણ વધતા તંત્ર દ્વારા હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે, તો ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સિલસિલો થમવાનું નામ ન લઈ રહ્યો હોય તેમ રોજના અનેક મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ગત રાત્રી સુધી 32 મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયા હતા તો આજે સવારથી 10 જેટલા મૃતદેહને અપાયા અગ્નિદાહ આપવામાં આવ્યા છે, આમ છેલ્લા 24 કલાકમાં જ 42 થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા છે.
ભરૂચ કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી મૃતકોનો આંકડો 800 ને પાર પહોંચ્યો છે, તો કોવિડ સ્મશાનમાં સતત મૃતકોનો વધતો આંકડો ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે વિકટ બની રહેલ સ્થિતિ સામે લોકોએ પણ જાગૃતતા દર્શવાવવી ખૂબ જરૂરી બની છે, સાથે જ બિનજરૂરી ભીડભાડવાળા વિસ્તારમાં જતા અટકવું જોઈએ અને માસ્ક તેમજ સામાજિક અંતર જેવી બાબતોનું ચુસ્ત પાલન કરવુ તે જ સમયની માંગ છે.