ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેની જાણ દરેક દુકાનદારોને પેમ્પલેટ આપીને કરી હતી.
ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ભરત પરમારે આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે ભરૂચ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ અને કેસોની સંખ્યામાં ત્રીજા સ્થાને છે આ વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોની સુખાકારી જળવાઇ રહે તે માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં બે દિવસ બંધ અને બે દિવસ કામગીરી ચાલુ રાખવી તેવો તા.30/4/2021 સુધી સ્વૈચ્છિક લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દૂધની ડેરી, મેડિકલ સ્ટોર, બેંક સરકારી કચેરીને છૂટછાટ આપવામાં આવી છે તે સિવાયની તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે.
અહીં નોંધનિય છે કે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં કોવિડ – 19 નાં કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધવા પામ્યા છે તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા આ વખતે કોઈ જ રીતે લોક ડાઉન જાહેર ન કરાતાં સમાજની સંસ્થાઓ, પ્રમુખ મંડળો અને ટીમ પંચાયત દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાળી લોકોને ‘ જાન હૈ તો જહાન છે ‘ નો સંદેશ પાઠવવામાં આવ્યો છે. અહી પણ ઝાડેશ્વર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ બંધ બે દિવસ વ્યવસાય, વેપાર ચાલુ રાખવાની વાત કરાઈ છે.