ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના કોવિડના દર્દીઓ માટે હોસ્પિટલમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની આંકડાકીય માહિતી દર્શાવતું ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ ડેટાવાળું મુકવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની સંખ્યા, ખાલી બેડ સહિતની વિગતો અપાઈ છે.
ભરૂચ જિલ્લામાં કોવિડ- 19 ના દર્દીઓને હાલાકીનો સામનો કરવો ન પડે અને સરળતાથી કોવિડ -19 ના દર્દીઓની સેવા પૂરી પાડી શકાય તે હેતુથી ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં કેટલા બેડમાં દર્દીઓ છે, અને કેટલા બેડ ખાલી છે. તેમજ વેન્ટિલેટર પણ કયાં કેટલા છે ? તે સહિતની વિગતો આપતી ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ ડેટાવાળી મૂકવામાં આવી છે.
અહીં નોંધનિય છે કે એક તરફ સમગ્ર ગુજરાત કોરોનાનાં ભરડામાં પીસાઈ રહ્યું છે આથી લોકો શાંતિપૂર્વક પોતાના સ્નેહીજનને કોવિડ કેરમાં દાખલ કરવા માટેની સગવડ પ્રાપ્ત કરી શકે તે હેતુથી અહી સ્ક્રીન મૂકવામાં આવી છે જેનાથી કોવિડ-19 ના દર્દીઓને સારવાર મેળવવા માટેની અપગ્રેડ સિસ્ટમ સિસ્ટમ કહી શકાય.