ભરૂચ જિલ્લો ગુજરાત રાજયમાં કોરોના મહામારીમાં ટોપ-3 માં આવ્યો છે. ત્યારે ભરૂચમાં રેમડીસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવા માટે ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસનાં અગ્રણી સંદીપભાઈ માંગરોલા દ્વારા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી. વડાને લેખિત પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હાલ કોવિડ-19 ની મહામારીમાં ભરૂચ જીલ્લાની સ્થિતિ આરોગ્ય સેવામાં ખૂબ જ કથળી ગયેલ છે. રાજયમાં કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો ટોપ-3 માં આવી ગયો છે. રાજય સરકાર દ્વારા ભરૂચ જીલ્લા સાથે અનમાણીતો વ્યવહાર કરવામાં આવે છે. અન્ય જીલ્લા કરતાં ભરૂચમાં રેમડીસીવીર ઇન્જેકશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતો નથી, જેનાથી ભરૂચના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, આથી કોરોનાની આ વિકટ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ભરૂચ જીલ્લાને તાત્કાલિક 5000 જેટલા રેમડીસીવીર ઇન્જેકશનની ફાળવણી કરવા મારી મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી. ને રજૂઆત છે. અન્ય જીલ્લા મહાનગરોમાં હજારોની સંખ્યામાં રેમડીસીવીર ઇન્જેકશનો ફાળવાય છે. ભરૂચનાં દર્દીઓને પણ આ બાબતે ન્યાય મળે તે માટે અમો આપણે જાણ કરીએ છીએ. આગામી સમયમાં ભરૂચનાં દર્દીઓ માટે રેમડીસીવીર ઇન્જેકશનની ફાળવણી કરવામાં નહીં આવે તો દર્દીઓના હિતમાં અમો પી.આઇ.એલ. 53/2021 માં ફાળવણી અંગેની વ્હાલા દવલાની નીતિ સામે સરકાર સમક્ષ પડકાર ફેંકીશું જેની સર્વે મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી. એ નોંધ લેવી તેમ આ રજૂઆતમાં જણાવ્યુ છે.
ભરૂચમાં રેમડીસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવા માટે સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.
Advertisement