ભરૂચ જીલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે ભરૂચમાં માસ્ક ફરજિયાત અને કોરોનાની ગાઈડલાઇનનો ઉલાળિયો કરનારને પોલીસે દંડ ફટકાર્યો હતો.
ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફરજિયાત માસ્કનાં નિયમને નેવે મૂકી નીકળતા બાઇક ચાલકોને મેમો આપી દંડ કર્યો હતો. હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ભરડો લીધો છે ત્યારે આ નિયમનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ત્યારે ભરૂચનાં પાંચબત્તી વિસ્તાર, સ્ટેશન રોડ, મહંમદપૂરા સર્કલ, ઝાડેશ્વર ચોકડી સહિતનાં વિસ્તારોમાં પોલીસે જે લોકો વગર માસ્કે ઘરની બહાર નીકળ્યા હોય તેમની પાસેથી દંડની વસૂલાત કરી હતી.
અહીં નોંધનીય છે કે કોરોના મહામારીમાં સતર્ક રહેવું જોઈએ, સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. આથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે ભરૂચમાં વગર માસ્કે નીકળતા લોકોને પોલીસે મેમો આપી દંડ ફટકાર્યા હતા.
Advertisement