Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં સ્વૈચ્છિક લોકડાઉનને મળેલ મિશ્ર પ્રતિસાદ…

Share

ભરૂચમાં આજથી બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં દુકાનદારો, ધંધા-ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યામાં વધારો થતો જાય છે આથી વેપારી મંડળ, સંસ્થાઓ, કોર્ટ વગેરેમાં બંધ પાળવામાં આવે છે. તેવામાં ભરૂચમાં પણ વેપારી મંડળ દ્વારા નક્કી કરાયું હતું કે દુકાનદારો સ્વૈચ્છિક બંધ પાળે પરંતુ લોકોનો લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. જેમાં મોટા ભાગની દુકાનો ભરૂચમાં ખુલ્લી રહી હતી, 70 ટકા દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી તો માત્ર 30 ટકા દુકાનદારો જ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા.

અહીં નોંધનીય છે કે ગત વર્ષે કોરોના મહામારી બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દૂધ અને અન્ય તમામ વસ્તુઓમાં ભાવ ઝીંકવામાં આવ્યો છે. આથી લોકોને એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં લોકડાઉન કરવું કેટલું યોગ્ય ? કોઈપણ વ્યક્તિને પોતાનું ગુજરાન ચલાવવા પૂરતી સાધન સામગ્રી, અનાજ કરિયાણું, પેટ્રોલ આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે દુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉનમાં ન જોડાયા હોય, આથી સરકાર દ્વારા મોંધવારીમાં અંકુશ લગાવવામાં આવે તો લોકોને લોકડાઉન પરવડે તેવી સ્થિતિ હાલ પ્રર્વતી રહી છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગના વિરોધમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન.

ProudOfGujarat

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!