ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી જતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ સતર્કતા દાખવી સુરક્ષિત રહેવા માટે પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે વેપારીઓ તેમજ ગ્રામ પંચાયત સત્તાધીશો વચ્ચે એક મીટીંગ યોજાઇ હતી.
આયોજિત મિટિંગમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા નગરના વેપારીઓને કોરોના સંક્રમણ વધી જતા વેપારીઓને બપોરના ત્રણ કલાકથી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી. જેનો વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. બપોરે ત્રણ વાગ્યે નગરના બજારોમાં દુકાનો બંધ થઈ જાય છે. પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના એલાનને વેપારીઓએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement