પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ તેમજ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કોવિડ-19 વાઇરસ અંતર્ગત જાહેરનામા દ્વારા ખોટી અફવા ફેલાવી પોતાનો અંગત ફાયદો કરતાં શખ્સને ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન અનુસાર મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર કોવિડ-19 વાઇરસ અંગેની ગાઈડલાઇન જાહેર થતાં પોલીસને મળેલ માહિતી અનુસાર ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ગજાનંદ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.12 માં આવેલા રાઠોડ એન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજન્સીનાં સંચાલક થનારામ ધનારામ જાટ રહે.ઝાડેશ્વર ભરૂચ નાઓ પોતાની પાસે બહારનાં રાજયમાં જવા માટે ટ્રાવેલ્સની ટિકિટ લેવામાં આવતા પરપ્રાંતિય મજૂર વર્ગને વ્યક્તિઓનાં કોવિડ-19 નાં વાઇરસને લઈને એવી અફવા ફેલાવી કે થોડા દિવસમાં ભરૂચમાં લોકડાઉન થવાનું છે જેથી તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઈ જશે અને ટિકિટ નહીં મળે તેવું જણાવી નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19 નાં કારણે પોતાના આર્થિક ફાયદા માટે ખોટી અફવા ફેલાવી લોકો પાસેથી વધારાનાં ભાડાની ટિકિટોનું પોતાના અંગત ફાયદા માટે અફવા ફેલાવી લોકો પાસેથી વધારે રૂપિયા મેળવવા નિયત ભાડા કરતાં વધારે રૂપિયા મેળવવા માટે તેમની દુકાને ભીડ-ભાડ જમા થતાં વાઇરસ ફેલાતો હોય બીજાની જિંદગી જોખમમાં નાનખી બેદરકારી ભર્યું વર્તન કરેલ હોય આથી IPC કલમ 188, 269, 270 આપદા પ્રબંધન અધિનિયમ એકટ કલમ 51 (બી), 54 વગેરે કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.