ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના પત્રકારો માટે આરોગ્ય ખાતાનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક દવાઓ તેનાજ ઉકાળાનું વિતરણ કરાયું હતું.
આ તકે નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પત્રકારો ચોથી જાગીર કહેવાય છે ગમે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ખડે પગે રહે છે. સમાજમાં બનતી કોઈ પણ ઘટનાને તેઓ લોકો સુધી પહોંચાડે છે. આથી પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તે માટે ભરૂચ આરોગ્ય શાખા નગરપાલિકા દ્વારા ઉકાળા વિતરણ અને આર્યુર્વેદિક દવાઓ, હોમિયોપેથીની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ઈલેકટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ લાભ લીધો હતો. આગામી સમયમાં પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તેઓ મજબુતીથી પોતાનું કાર્ય કરી શકે તે માટે તેમને આ ઉકાળા અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement