Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકમાં કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

Share

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકનાં અનીતાબેન જાડેજાના અધ્યક્ષ સ્થાને નબીપુર પો. સ્ટે.ની હદમાં આવતા 33 ગામોના સરપંચો સાથ એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલ જાહેરનામા સંદર્ભે બધાને વિસ્તૃત જાણકારી અપાઈ હતી. સરકારની કોવિડ-19 ની ગાઈડલાઈનને અનુસરીને આવનારા સમયમાં તેનું સખત પાલન કરવાની સૂચનાઓ અપાઈ હતી.

ગામમાં માસ્ક ફરજીયાત પહરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, ટોળા વળીને બેસવું નહીં, કામ વગર ઘરની બહાર ન નીકળવું, પોતાનું કામ પતાવી પોતાના ઘેર જતું રહેવું, સરપંચો દ્વારા પોતાના ગામોમાં રીક્ષા ફેરવી લોકોને સુચનાઓનો કડક અમલ કરવા અંગે લોકોને અપીલ કરવી અને કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન કરાવવા અંગે દીર્ઘ સમજ આપી હતી. મિટિંગમા હાજર સંબંધિત ગામોના સરપંચોએ ગાઇડલાઈનના પાલન બાબતે બાંહેધરી આપી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

આજરોજ જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!