મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન માસ જે 14 એપ્રિલને બુધવારથી શરૂ થઈ ગયો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે અબાલ વૃદ્ધો અને નાના ભૂલકાઓ સહિતના લોકોએ કોરોનાની ગાઈડલાઇનને અનુસરી પોતાનો ભક્તિભાવ બતાવ્યો હતો. બજારમાં ખરીદી સમયે માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યું, ઘરોમાં રહીને પણ ભક્તિ કરતા ત્યાં પણ નિયમોનું પાલન કર્યું હતું.
ધાર્મિક સ્થાનોમાં પણ સરકારની સુચનાઓનું પાલન કરવું જેવી દરેક નીતિ નિયમોનું પાલન કર્યું. આખો દિવસ રમજાન માસમાં લોકો રોજો રાખે છે અને સંધ્યાકાળે જે પારણા કરે તેને ઇફતારી કહે છે જે સમયે પ્રાર્થના થાય તે કબૂલ થાય છે તેવું ઇસ્લામિક શાસ્ત્રોમાં આવે છે તેવા સમયે માસૂમ ભૂલકાઓ અને અબાલ વૃદ્ધો પણ આવા સમયે કોરોના મહામારી વિશ્વમાંથી વિદાય લે અને વિશ્વ ફરી પાછું તેની પ્રગતિની જેમ પરત આવે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. અચરજ પમાડે એવી વાત તો એ લાગી કે ઘરમાં રહીને ભક્તિ કરતાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું હતું. આ પવિત્ર માસના આગમનને આવકારતા મસ્જિદો અને બીજા ધાર્મિક સ્થળોને પણ ઝળહળતી રોશનીથી સજાવી દીધા હતા.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ : મુસ્લિમોનાં પવિત્ર રમઝાન માસનો ગઈકાલથી પ્રારંભ થયો, કોરોનાની ગાઈડલાઈનને અનુસરી ઇબાદત કરતા નજરે પડયા હતા…
Advertisement