Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.

Share

સિકંદરભાઈ ફડવાલા એટલે કૌમી એકતાનો પ્રતીક, દરેક કોમના તહેવારોમાં એમની હાજરી અચૂક હોય તેમજ હરહંમેશ ભાઈચારો જળવાઈ રહે એવી ભાવના રાખનારા લોકપ્રિય આગેવાનના અવસાનથી ભરૂચ જિલ્લાની જનતા તેમજ એમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગયી હતી.

સિકંદર ફડવાલાએ રાજકીય જીવનની શરૂઆત 1975 માં કોલેજકાળ દરમિયાન કરી હતી અને એમની પેનલના લોકોને કોલેજ કેમ્પસ તેમજ યુનિવર્સીટી કેમ્પસના ઇલેકશનોમાં રસ દાખવી યુવાઓને રાજકારણમાં પ્રવેશવા પ્રોત્સાહિત કરતા હતા, એમણે ગ્રેજ્યુએટ ભરૂચ કોલેજથી અને પોસ્ટ ગ્રેજ્યુએટનું કરજણથી અભ્યાસ કર્યો હતો, કહેવાય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચાણક્ય અને સાંસદ સભ્ય અહેમદ પટેલ સાહેબના ખુબ જ નજીકના વર્તુળમાં સ્થાન ધરાવનારા અને એમની જોડે પારિવારિક સંબંધો હતા, અહેમદ પટેલ જયારે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા તે સમયથી અહેમદ પટેલ સાહેબ જોડે એમની મિત્રતા હતી, કોંગ્રેસ પક્ષમાં કાર્યકરથી લઇ જિલ્લા કોંગ્રેસના સિનિયર આગેવાન તરીકે ઘણા હોદ્દાઓ પર રહી પક્ષને મજ્બુત સંગઠન મળે તે માટે પાયાના કાર્યો કરી પક્ષને મજબૂત બનાવવા સેવાઓ આપી હતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના જણાવવા અનુસાર કોંગ્રેસ પક્ષે એક સાચા અને નેકદિલ માણસને ગુમાવ્યાનો અહેસાસ થાય છે તેમ જણાવ્યું હતું જયારે સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ અને સામાજિક ક્ષેત્ર ખુબ જ મોટી ખોટ પડી છે જે પુરી શકાય નહિ, અંકલેશ્વર નગરપાલિકામાં નગરસેવક તરીકે સેવાઓ આપી તેમજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન તરીકે સેવાઓ આપી હતી, અંકલેશ્વર શહેર હોય કે ભરૂચ જિલ્લો જયારે પણ કુદરતી આફતો આવી હોય હંમેશા લોકસેવાઓ આપવામાં સૌપ્રથમ આગળ રહી કેવી રીતે નિરાકરણ લાવવા દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા હતા.

Advertisement

મુસ્લિમ સમાજમાં પણ એમની સારી એવી પકડ હતી, અંકલેશ્વર શહેર તાલુકા મિલાદુન્નબી કમિટી, અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી, અંકલેશ્વર મુસ્લિમ બ્રધરહુડ ટ્રસ્ટ, અંકલેશ્વર મુસ્લિમ સમાજ જેવી વિવિધ કમિટીઓના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા, તેમજ જગન્નાથ યાત્રા કમિટી અને અંકલેશ્વર એકતા કમિટીના સભ્યો તરીકે પણ સેવાઓ આપી છે, અંકલેશ્વર નગરપાલિકામાં વહીવટનો બહોળો અનુભવ ધરાવતા હતા, 45 વર્ષના રાજકારણ એમના ચરિત્ર પર એક પણ ડાઘ નહોતું, ખરાને ખરું અને ખોટાને ખોટું કહેનારા સ્પષ્ટ વાત કરનારા વ્યક્તિ હતા, લોકહિત માટે અવાજ ઉઠાવનારા અને લોક પ્રશ્નોને વાચા આપવામાં માટે અને સ્પષ્ટ રજૂઆતો કરવામાં માટે તેમજ સમાજના રાહબર અને બહાદુર નેતાગીરી તેમજ ચોખ્ખી રાજનીતિ માટે જાણીતા હતા. એમની જિંદાદિલી પણ એટલી જ હતી કે વિરોધી પણ એમને પ્રેમથી બોલાવે અને લોકો માટે કંઈક કરી છૂટવાની ધગસ અને એમની ઈમાનદારી તેમજ સ્પષ્ટ અને બેદાગ છબી એમને ખાસ બનાવતી હતી, એમને તમે કોરોના ફાઈટર તરીકે પણ કહી શકો કેમ કે જ્યારથી આ કોરોના શરૂઆત થઇ ત્યારથી જ કોરોનામાં કેવી રીતે લોકોને સારવાર મળે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો સારી સારવાર નહિવત ખર્ચમાં મેળવે એવા એમના પ્રયાસો સતત રહેતા હતા, એમનો કોવીડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ પછી પણ સતત લોકોની ચિંતા વ્યક્ત કરતા હતા અને છેલ્લે એમને લોકહિત માટે મહામારીનો માહોલ જોઈને ધારાસભ્ય તથા સાંસદ સભ્ય ને પત્રો લખી સુવિધાઓ વધારવા રજુઆત કરી હતી.

સ્થાનિક આગેવાનો દ્વારા જાણવા મળ્યું કે જે ઝીણવટ ભરી રીતે નાનો કામ હોય કે મોટો એને એટલી જ ગંભીરતાથી લેતા અને કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી એની પાછળ લાગી રહેતા, એમના માટે પ્રાથમિકતા એટલે લોકહિત, કોઈના જવાથી કંઈક ફરક નથી પડતો પરંતુ અહીંયા સ્થાનિક લેવલ પર ચોક્કસ એની અસર પડશે તેમ લોકો દ્વારા જાણવા મળ્યું. એમના નિધનના સમાચાર મળતા સોસીયલ મીડિયા એમના નામથી છલકાઈ ઉઠ્યું હતું અને લોકોએ એમને જન્નતમાં બુલંદ મકામ મળે એવી દુઆઓ અને પ્રાર્થનાઓ કરી હતી.


Share

Related posts

રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટમાં ૭૧૫૦ કરોડથી વધુના એમ.ઓ.યુ. સાઈન થયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

અબોલ પશુઓની સારવાર કરનારા તબીબ સરકારને નથી મળતા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!