ભરૂચ જિલ્લાની પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત વેપારીઓની સાથેની મીટીંગમાં ગુરુવારથી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન માટે આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે આયોજિત મીટીંગમાં સર્વાનુમતે બપોરે 3 વાગ્યા પછી સ્વેચ્છાએ વેપાર ધંધા બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાલેજ ગ્રામ પંચાયત ખાતે મિટિંગ યોજાય હતી. જેમાં પંચાયતના ડે. સરપંચ સલીમ ભાઈ / મહેબૂબ ભાઈ સંધિ/ વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ અન્ય કટલરી, શાકભાજી રેસ્ટોરન્ટ વાળા એકત્ર થઈ સર્વાનુમતે સ્વૈચ્છિક લોકડાઉન ગુરુવારથી ઠરાવ્યું હતું. આઠ-દસ દિવસમાં પરિસ્થિતિ સુધરે એટલે રાબેતા મુજબનું કરવા સૂચવ્યું હતું. આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ સ્ટોર, દવાખાના ચાલુ રાખવાં નિર્ણય કર્યો હતો.
પાલેજમાં સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર રિપોર્ટ કઢાવવા માટેની વ્યવસ્થાની જોગવાઈ કરવા મીટીંગમાં સિકંદર ખાન પઠાણે રજુઆત કરી હતી. પંચાયત ના ડે. સરપંચ સલીમ વકીલે પાલેજ ખાતે (સબ સેન્ટર જૂની પંચાયતની બાજુમાં) ફ્રી ઓફ ચાર્જમાં ટેસ્ટિંગ અને વેકસીનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પંચાયતે સૌ વેપારીઓને જાન હે તો જહાંન હે ની શિખામણ આપી સ્વૈચ્છિક લોકડાઉન માટે સહમત થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગેની જાણ પાલેજ પી.આઈ સહિત સંબધિત જિલ્લા તાલુકા અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી.
યાકુબ પટેલ : ભરૂચ