ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થવા તરફ જઈ રહી છે, એક તરફ કોરોનાનાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં મૃતદેહનાં આંકડા ચિંતાજનક સ્થિતિ તરફ જઇ રહ્યા છે.
તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ગતરોજથી આજે સવાર સુધી કુલ ૩૪ જેટલા મૃતકોને કોવિડ પ્રોટોકોલને આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા છે.
કોવિડ સ્મશાનમાં છેલ્લા ૨ જ દિવસમાં ૫૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવતા અત્યાર સુધીનો આંકડો ૭૫૦ ને પાર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે, એક તરફ મૃતકોની સંખ્યાના ધરખમ વધારો થયો છે તો તંત્રના ચોપડે માત્ર ૩૬ જેટલા જ મોત જિલ્લામાં દર્શવવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા અને જે રીતે કોવિડ પ્રોટોકોલ આધિન સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતદેહ પહોંચી રહ્યા છે તે બાબતોને ધ્યાનમાં રાખી લોકોએ પણ હવે વર્તમાન સમયની સ્થિતિ વચ્ચે સાવચેતી પૂર્વક બાહર નીકળવું જોઈએ અને શકય હોય તેટવું કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ જ વર્તમાન સમયની માંગ છે..!!