– ભરૂચ જિલ્લા માટે સારા સમાચાર
ભરૂચ જીલ્લામાં કોરોનાની પરિસ્થીતીની સામે હાલ જે વિવિધ ટેસ્ટ કરવામા આવે છે તે ટેસ્ટોમાં RTPCR નો ટેસ્ટ મહત્વનો છે. જેના થકી કોરોના પોઝીટીવનું પરિણામ વહેલી તકે મળે છે. હાલમાં ભરૂચ જીલ્લામાં RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. અહીં માત્ર કલેકશન સેન્ટરો છે તેના રિપોટ સુરત લેબમાં મોકલવા પડે છે અને ત્યાંથી રિપોર્ટ આવે છે આમ સમયનો બગાડ થાય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ, જાગૃત નાગરિકો, સત્તાધારીપક્ષની રજૂઆતને પગલે આગામી નજીકના દિવસોમાં ભરૂચમાં જ RTPCR ટેસ્ટની સુવિધા ઘરબેઠા મળી રહે તેવી શકયતાઓ તંત્રને રજૂઆતને પગલે દેખાઈ રહી છે.
ભરૂચ શહેરમા RTPCR ના કલેકશન કરીને સુરત ખાતે મોકલવામા આવે છે. ત્યારબાદ એક બે દિવસમા તેના રિપોર્ટ આવે છે. સીવિલમાં તેનો ટેસ્ટ કરવામાં આવે છે પણ તેનો રિપોર્ટ મોડો મળે છે, ભરૂચમાં RTPCR ના ટેસ્ટને લઈને ભારે લોકબુમ પડી હતી કે ભરૂચમા RTPCR ના ટેસ્ટ નથી થતા અને થાય છે તો તે ખાનગી લેબમાં થાય છે. ખાનગી લેબોમાં પણ વધારે પૈસા લેવામા આવતા હતા. સરકારને જાગૃત નાગરિકો, કોંગ્રેસે, જાગૃત નાગરિકોએ જીલ્લા વહીવટીતંત્રને રજુઆત કરતા આખરે સરકારે PIU ને સ્પેશિયલ તાત્કાલિક ધોરણે લેબ ઉભી કરવાની સુચના આપવામાં આવી છે. ત્યા RTPCR ની ટેસ્ટીંગ મશીન પણ આવી ગયુ છે. અહીં ભરૂચમાંથી આ ટેસ્ટ થતા હવે જે રિપોર્ટ માટે સમયનો વેડફાટ થતો હતો તે થશે નહી. આ યુનિટ સરકાર બનાવી રહ્યુ છે. કહેવાય છે કે આવતી 19 કે 20 એપ્રિલ સુધી ભરૂચ સિવિલ હોસ્પિટલ માં RTPCR ની લેબ કાર્યરત થઈ જશે. હાલમા આ ઉભી થનારી સુવિધાને લઇને લોકોમા પણ સારો એવો આવકાર જોવા મળી રહ્યો છે. લોકોએ પણ આ સુવિધાને લઇને સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી.