આજે ચેટીચાંદ નિમિત્તે ભરૂચનાં તીર્થ સ્થાન ગણાતા શ્રી ઝુલેલાલ મંદિર શ્રી વરુણદેવ મંદિર ભરૂચનાં વર્તમાન 26 માં ગાદેશ્વર પૂજય ઠકુર સાંઇ મનીષલાલ દ્વારા સર્વે સિંધી સમાજનાં ભાઈ-બહેનોને એક વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો છે.
આ વર્ષે ભરૂચમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ચેટીચાંદનો મેળો સાદગીપૂર્વક ઉજવવાનું આયોજન કરાયું છે તેમજ આ મેળામાં દેશ-વિદેશથી સિંધી સમાજનાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ સ્થગિત રાખવામા આવ્યો છે.
સર્વે સિંધી સમાજનાં ભાઈઓ-બહેનોને ચેટીચાંદની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે. કોરોનાનાં વધતાં સંક્રમણને અટકાવવા માટે દરેક સિંધી સમાજનાં ભાઈ-બહેને પોતાના પરિવાર સાથે ઘરમાં ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને હાર પહેરાવી 11 દીવા પ્રગટાવી એક લોટામાં જળ લઈ ઝુલેલાલ ભગવાન અને અખા સાહિબનો 3 વાર મંત્રજાપ કરવો સહિતની વિધિ કરી ઘરે-ઘરે ઝુલેલાલ ભગવાનનું પૂજન કરવું તેમ સિંધી સમાજનાં પૂજય મનીષલાલ સાંઇ દીપલાલ ઠકુરએ સર્વે સિંધી સમાજનાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી છે. સર્વે સમાજનાં ભાઈ-બહેનોનું સ્વાસ્થય સારું રહે, ધંધા રોજગારમાં બરકત રહે તેવી પ્રાર્થના કરી છે.
ભરૂચ : સિંધી સમાજનાં ઝુલેલાલજીનાં પ્રાચીન મંદિરમાં ચેટીચાંદની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.
Advertisement