– ફોરવ્હીલ ગાડીમાં વેન્ટિલેટર ન આવતા અન્ય વાહનોની સુવિધા કરવા વેન્ટિલેટર રસ્તે રઝળતું…
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ૧૦ જેટલા વેન્ટિલેટર ઓપરેટરો વિના ઉપયોગમાં ન લેવાતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા જેના પગલે મોડે મોડે પણ ધૂળ ખાતા વેન્ટિલેટરો ખાનગી હોસ્પિટલોમાં રાત્રી દરમિયાન મોકલાતા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક વેન્ટિલેટર ફોરવ્હીલ ગાડીમાં ન જતા તેને રઝળતું મૂકી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોંઘા વેન્ટિલેટરઓ કોરોનાની મહામારી વચ્ચે પણ ધૂળ ખાઇ રહ્યા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા પરંતુ વેન્ટિલેટર ઓપરેટ કરી શકે તેવો ઓપરેટર ન હોવાના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હતા. ચર્ચા છે કે ગત મોડી સાંજે અંધકારના સમયે વેન્ટિલેટર એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હોવાની ઘટના સામે આવી છે જેના પગલે લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે ક્યારે વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા અંગેની પરવાનગી આપી કોણ..? શું સિવિલ હોસ્પિટલમાં રહેલા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો..?ત્યારે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા વેન્ટિલેટર કોની પરવાનગીથી લઈ જવાય છે તે પણ તપાસનો વિષય બન્યો છે. કહેવાય છે કે ઉચ્ચ અધિકારીની પરવાનગીથી આ વેન્ટિલેટર પ્રાઇવેટ હોસ્પિટલને અપાયા.. શું પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી નિયમ મુજબ ચાર્જ વસુલસે તેવા પ્રશ્નોની ચર્ચાઓ ચાલી રહી છે.