ભરૂચ નગરપાલિકા દ્વારા આજે જે લોકો માસ્ક ન પહેરતા હોય તેના માટે એક નવતર પ્રયત્ન હાથ ધરવમાં આવ્યો હતો.
ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન પર માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને ફૂલ અને માસ્ક આપી તેમને કોરોના વાઇરસથી બચવા માટે માસ્ક પહેરવું આવશ્યક છે તેવો એક નવતર પ્રયોગ કરી લોકોને માસ્ક પહેરવાની તકેદારી રાખવા માટેની સમજ આપવામાં આવી હતી.
કોરોના વાઇરસ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે જે લોકો વગર માસ્કે ઘરની બહાર નીકળતા હોય તેઓને ફૂલ અને માસ્ક આપી માસ્ક પહેરવું કેટલું આવશ્યક છે તેમજ કોવિડ-19 ની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવાનો સંદેશ પાઠવાયો હતો.
Advertisement