ભરૂચ જીલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક દિવસે-દિવસે વધતો જાય છે ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાની ગંભીરતા લોકો અને વહીવટી તંત્ર સમજે તે માટે એક મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસના સક્રિય કાર્યકર સંદીપ માંગરોલા દ્વારા આજે ભરૂચમાં કોરોનાનો કાળમુખી પંજો લોકોનાં જીવ લેતો થયો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બેડની સગવડ મળતી નથી તો ભરૂચનાં વહીવટી વડા કલેકટર દ્વારા મીડિયાના મધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, કોઈ દર્દીના સગાએ કે લોકોએ રેમડીસીવીર ઇન્જેકશન માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાઇનમાં ઊભા રહેવાની આવશ્યકતા નથી તો આજે પણ ખાનગી હોસ્પિટલોમાં લોકોને રેમડીસીવીર ઇન્જેકશનો મળતા નથી આથી અહીં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે.
ભાજપ સરકાર દ્વારા કાર્યો માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે. જો ખરેખર ભાજપની સરકારને લોકોનાં જીવન બચાવવાની પડી હોય તો મૃત્યુ આંક રોકી કેમ શકાતો નથી ? ભરૂચમાં એક પરિવારમાંથી કોઈને ને કોઈને કોરોના પોઝીટિવ આવી રહ્યો છે. કોવિડ-19 પોઝીટિવ કેસની સંખ્યા વધારે છે. સરકારનો કે ભરૂચનાં વહીવટી તંત્રને પ્રજાની કોઈ પડી નથી, જે કાર્યો ભાજપનાં શાસનમાં કાગળ ઉપર થાય છે તે કાર્યો ખરા અર્થમાં થવા જોઈએ તેથી કોંગ્રેસનાં સંદીપ માંગરોલા સહિતનાં કાર્યકરોની માંગણી છે.