ભરૂચ જીલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કોરોનાનાં કેસોને કારણે તેની જનજીવન પર અસર જોવા મળી રહી છે. શહેરની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ તરફથી જીલ્લામાં કોરોનાની કામગીરીને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં કોરોનાના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહેલ છે. પોતાનો પરિવારજન ગુમાવી રહેલ છે ત્યારે પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કરી રહેલ છે. એક બાજુ વહિવટીતંત્રના વડાએ પ્રેસના માધ્યમથી ઈન્ટવ્યુ આપેલ હતું, કોઈ પણ દર્દીએ ઈન્જેકશન લેવા કે જવા સિવિલ હોસ્પિટલમાં જવુ નહી. મેઈલ થયે ઇન્જેકશન દવાઓ ઉપલબ્ધ થશે તેવુ જણાવામાં આવ્યુ હતું વાસ્તવિકતા અલગ છે. ઇન્જેકશનની માંગણી કરવામાં આવી છતા
તેનો સ્ટોક સિવિલ હોસ્પિટલમાં નથી. હોસ્પિટલ તંત્ર ઇન્જેકશનો પહોંચાડીએ છે તેમ કહે છે. આ ઇન્જેકશનો ગયા કયા તે પણ એક સવાલ છે ? વધુમાં જીલ્લામાં ટીકા મહોત્સવ શરૂ થયો છે તેના બદલે આરસીપીટીસીઆર ટેસ્ટ કરાવાની લોકોને જરૂર છે. ભાજપના લોકોને ખુશ કરવા જોઈએ નહી. વધુમાં જીલ્લામાં કેટલાક આરોગ્ય સેન્ટરો પર સ્ટાફની અછત છે. ત્યાં સાજના સ્ટાફ જોવા મળતો નથી તેવા પણ આક્ષેપ લગાવ્યા હતા. જે વહિવટ કરવામાં આવે તે પારર્દશક રીતે કરવામાં આવે. વેબસાઈટ પર વિગતો મૂકવામા આવે. આમ જીલ્લા કોંગ્રેસના નેતા પરિમલસિંહે આજે આકરા પ્રહારો કર્યા હતા.
ભરૂચ : જીલ્લા કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર પર આકરા પ્રહારો, કામગીરીને લઇને સવાલો.
Advertisement