ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી હાલ બેકાબુ બનતી હોય તેવા એંધાણ સર્જાયા છે, રોજના અસંખ્ય પોઝીટીવ કેસો અને સ્મશાનમાં વધતી મૃતકોની સંખ્યા રોકાવવાની નામ નથી લઈ રહી, હોસ્પિટલોમાં એક તરફ સવારથી જ દર્દીઓ ચેકઅપ માટે મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે, તેવાંમાં હવે વધતા કેસો ભરૂચની ચિંતામાં પણ વધારો કરી રહ્યા છે.
તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાના યથાવત છે, ગત રોજ 25 મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સાથે જ આજે સવારથી બપોર સુધીમાં 7 થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા હતા, જો છેલ્લા 12 કલાકના આંકડાની વાત કરીએ તો 32 થી વધુ લોકોને અગ્નિદાહ કોવિડ પ્રોટોકોલથી અપાયા હતા.
આમ અત્યાર સુધી કોવિડ સ્મશાનમાં આંકડો 700 ને પાર પહોંચ્યો છે ત્યારે કોવિડ સ્મશાનમાં વિકટ બનતી સ્થિતિ સાબિતી આપી રહ્યું છે કે કોરોનાનો કહેર હવે ભરૂચ જિલ્લામાં બેકાબૂ બનવા તરફની દિશામાં નીકળી ગયો છે તેવું લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.