Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં રેમડીસીવીર ઇન્જેકશન મેળવવા અંગે કલેકટરે નાગરિકોને આપેલ સંદેશ…જાણો.

Share

ભરૂચ જીલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાએ ભરૂચનાં નાગરિકોને સંદેશો પાઠવતા જણાવ્યુ છે કે તમામ દર્દીઓને રેમડીસીવીરનાં ઇન્જેકશન મળી રહેશે. જરૂરિયાતમંદ લોકોને ઇન્જેકશનની સરળતાથી ફાળવણી થાય તે માટે કલેકટર દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના વાયરસ સામે સરકાર અને પ્રજાનાં સહિયારા પ્રયાસથી જીત મેળવી શકાશે. ભરૂચ જિલ્લાના દર્દીઓને પૂરતા પ્રમાણમા રેમડીસીવરનાં ઇન્જેકશનો સરળતાથી મળી રહે તે માટે જીલ્લા સમાહર્તા દ્વારા ઇમેઇલ આઈ.ડી dismgmt-bha@gujarat.gov.in ઉપર ઈમેઈલ કરવાનો રહેશે. તેમજ ફોન નંબર ૦૨૬૪૨ – ૨૪૨૩૦૦ ઉપર જાણ કરવાની રહેશે. ખાનગી હોસ્પિટલનાં સંચાલકો પણ આ ઈમેઈલ આઈ.ડી અને ફોન નંબર ઉપર જાણ કરવાથી તેમની જરૂરિયાત અનુસાર સરળતાથી રેમડીસીવર ઇન્જેકશન મળી રહેશે તે માટે મંજૂર થયેલા ઇન્જેકશનો ખાનગી હોસ્પિટલનાં અધિકૃત વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાંથી ફાળવવામાં આવશે. કોઈપણ વ્યક્તિએ રેમડીસીવર ઇન્જેકશન માટે સિવિલ હોસ્પિટલમાં લાઇનમાં ઊભા રહેવાની આવશયકતા નથી.

Advertisement

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી દ્વારા જીલ્લાની એમપેનલ કરેલ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકોને ઇન્જેકશન મળી રહે તે માટેની આ સુદર્ઢ વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર કચેરીનાં ઈમેઈલ આઇ.ડી ઉપર મેલ કરવાથી તેઓને સરળતાથી ઇન્જેકશની ફાળવણી થશે. ખાનગી હોસ્પિટલો પણ અમોને સહકાર આપે, કોઈપણ દર્દીનાં સ્વજનોએ સિવિલ હોસ્પિટલે આવવાની જરૂર નથી અને કોવિડ-19 ની ગાઈડલાઇન મુજબ અને પ્રોટોકોલ પ્રમાણે દર્દીની સારવાર માટે રેમડીસીવીર ઇન્જેકશન આપવાના રહેશે જેમાં ઇન્જેકશન મેળવવા માટે દર્દી દાખલ હોય તો ડોકટરની ભલામણ સાથે દર્દીનું આધારકાર્ડ, દર્દીનું પુરું નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગત, તથા દર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે. અત્રે એ ખાસ ધ્યાન આપવામાં આવે સારવાર માટેની સરકારની કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું હોસ્પિટલ દ્વારા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


Share

Related posts

રાજપીપળા : ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે.

ProudOfGujarat

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

અમદાવાદ : ફ્લાવર શો – કાંકરિયા કાર્નિવલમાંથી ૭૦ જેટલા મોબાઇલ ચોરનાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!