Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં એકની ચપ્પુનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચ્યો…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં વેજલપુર વિસ્તારમાં આવેલ પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી ઉં.વ ૪૫ નાઓની ગત રોજ તેઓના જ સગા નાનાભાઈ સતીષ ચુનીલાલ મિસ્ત્રી સાથે મજૂરીના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો, જોતજોતામાં બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા સતીષ મિસ્ત્રીએ નટવરભાઈને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનામાં ઇજાગ્રસ્ત નટવરભાઈ મિસ્ત્રીના તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેઓને વડોદરા ખાતે લઇ જવાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

ઘટના સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે સતીષ ચુનીલાલ મિસ્ત્રી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે, તો બીજી તરફ સગા ભાઈએ ભાઈની હત્યા કર્યા હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.


Share

Related posts

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ એમ્બ્યુલન્સ અર્પણ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં અભ્યાસ માટે આવતા છાત્રો પાસે કરાવાઈ છે સફાઈ કાર્ય, વિદ્યાર્થીઓએ ખોલી પોલ.

ProudOfGujarat

દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!