જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ શ્રવણ ચોકડી પાસે ની પુષ્પધન સોસાયટી ખાતે ગાંધીનગર વિજિલન્સ વિભાગ ની ટીમે દરોડા પાડી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન સહીત મોટરસાયકલ અને રીક્ષા મળી કુલ એક લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે એક બુટલેગર ની અટકાયત કરી હતી તેમજ અન્ય એક ને ફરાર જાહેર કરાયો હતો…..
જયારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ વેજલપુર નિજામવાડી વિસ્તાર માં પણ વિજિલન્સ વિભાગ ની ટીમે દરોડા પાડી વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન સહીત રીક્ષા મળી અંદાજીત ૮૫ હજાર ના મુદ્દામાલ સાથે ૩ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી….
આમ શહેર ના બે અલગ અલગ સ્થળો એ વિજિલન્સ વિભાગે દરોડા પાડી કુલ ૪ આરોપીઓ તેમજ રીક્ષા, મોટરસાયકલ સહીત નો મુદ્દામાલ કબ્જે કરતા શહેર માં દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો…તેમજ ગાંધીનગર વિજિલન્સ વિભાગ ની કાર્યવાહી થી સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા ….
(હારૂન પટેલ)